રાજ્યમાં હાલમાં વરસાદના કારણે કેટલાક વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા શાળાએ પહોંચી નથી શક્યા અથવા તો ચૂકી ગયા છે. આવા વિદ્યાર્થીઓની આગામી સમયમાં ફરી પરીક્ષા લેવાશે. રાજ્ય સરકારના આ નિર્ણય અંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ કહ્યું, આ પૂરક પરીક્ષા પૂર્ણ થયા પછી શિક્ષણ વિભાગ દ્વારા બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આપવા નવી વ્યવસ્થા કરાશે.
Site Admin | જૂન 24, 2025 7:12 પી એમ(PM)
વરસાદના કારણે પૂરક પરીક્ષા આપવા ન પહોંચી શકનારા વિદ્યાર્થીઓ માટે ફરી પરીક્ષા લેવાશે