રાજ્યમાં અત્યાર સુધી પડેલા સાર્વત્રિક વરસાદનાં પગલે 125 જળાશય
હાઈ એલર્ટ પર છે. જ્યારે 20 જળાશય એલર્ટ પર રાખવામાં આવ્યા છે. રૂલ લેવલ જાળવવા વિવિધ જળાશયોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.
વલસાડમાં ઉપરવાસ અને સ્થાનિક વિસ્તારમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમની સપાટી 77.45 મીટર સુધી પહોંચતા ડેમના 10 દરવાજા 1.80 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. જિલ્લાના કપરાડા, વાપી અને ઉંમરગામ તાલુકાના 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ 209 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાનો ત્રિવેણી ઠાંગા ડેમ અને ચુડા તાલુકાનો વાંસલ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા સૂચના અપાઈ.
નવસારીના વાંસદા તાલુકામાં આવેલા જૂજ ડેમ 167.90 મીટર અને કેલિયા ડેમ 113.70 મીટરની ઊંચાઈએ ઓવરફ્લો થઈ વહી રહ્યો છે.
તાપી જીલ્લામાં ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ડેમમાં પાણીની આવક એક લાખ 25 હજાર 961 ક્યુસેક નોંધાઈ. ડેમની જળ સપાટી 338.91 ફૂટ, જ્યારે રૂલ લેવલ 340 ફૂટ છે. ડેમના છ દરવાજાઓ પાંચ ફૂટ ખોલીને 78 હજાર 384 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઇ રહ્યું છે.
ડાંગ જીલ્લામાં વરસાદને કારણે કોઝ વે અને સ્લેબ ડ્રેઈન ઓવર ટોપિંગ થતા સાંજના ચાર વાગ્યાની સ્થિતિએ કુલ ૧૦ જેટલા ગ્રામ્ય માર્ગો અવરોધાયા.
Site Admin | સપ્ટેમ્બર 7, 2025 7:36 પી એમ(PM)
વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં અત્યાર સુધી એક હજાર 54 લોકોને બચાવી લેવાયા