ડિસેમ્બર 14, 2025 9:19 એ એમ (AM)

printer

વન વિભાગની જમીન ખાલી કરાવવા ગયેલી અંબાજી પોલીસ અને વન વિભાગના કર્મચારીઓ ઉપર હુમલામાં 47 ઇજાગ્રસ્ત

બનાસકાંઠાના અંબાજી પાસે પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. અંબાજી નજીક પાડલીયા ગામે વન વિભાગની જમીન ખાલી કરાવવાને લઈ વન વિભાગના કર્મચારીઓ અને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો, આ હુમલામાં PI સહિત પોલીસ અને વન વિભાગના 47 કર્મચારીઓ ઘાયલ થયા હતા, ઇજાગ્રસ્તોને અંબાજીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ બાદ જીલ્લા કલેક્ટર મિહિર પટેલે અંબાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કર્મચારીઓની અને અધિકારીઓની મુલાકાત લીધી હતી.