જાન્યુઆરી 3, 2026 10:15 એ એમ (AM)

printer

વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ ગાંધીધામ ખાતે વાઈબ્રન્ટ કચ્છ ડિસ્ટ્રીક્ટ લેવલ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો – કુલ 8 હજાર 500 કરોડના સમજૂતી કરાર કરાયો

કચ્છના ગાંધીધામ ખાતે વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ વાઈબ્રન્ટ કચ્છ ડિસ્ટ્રીક્ટ લેવલ કાર્યક્રમનો ગઇકાલે પ્રારંભ કરાવ્યો. વાઈબ્રન્ટ કચ્છ કાર્યક્રમમાં કુલ 334 MSME એકમો સાથે 8 હજાર 500ના કરોડના સમજૂતી કરાયા કરાયા હતા.
આ પ્રસંગે મંત્રી અર્જુન મોઢવાડીયાએ કહ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ કચ્છ જિલ્લાકક્ષાનો કાર્યક્રમ સાહસિકોને નવી ઉર્જા પ્રદાન કરશે. તેમણે કહ્યું રીન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન તથા બ્લુ ઇકોનોમીના ક્ષેત્રોમાં વૈશ્વિક હબ બનવાની કચ્છમાં વિપૂલ સંભાવના છે.આવનારા સમયમાં કચ્છ ઇલેકટ્રોનિક કમ્પોનન્ટના પીસીબીના નિમાર્ણ માટે, ગ્રીન હાઇડ્રોજન, ડેટા સેન્ટર, બ્લુ ઇકોનોમી જેવા ક્ષેત્રના વિકાસ માટે મુખ્ય કેન્દ્ર બની શકે તેમ હોઇ તેમણે રોકાણકારોને તેમાં જોડાવવા હાકલ કરી. અને કચ્છમાં ગ્રીન કવર વધારવાની ઝુંબેશમાં ઉદ્યોગો જોડાવા અનુરોધ કર્યો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.