વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે 24 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વિવિધ ગામોને જોડતા 18 રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કર્યું.આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે, રાજયમાં શહેરોની સમાંતર વિકાસ કાર્યોથી ગામડાઓ પણ સમૃદ્ધ બન્યા છે. તેમણે કહ્યું કે, ઓલપાડ તાલુકામાં ભવિષ્યમાં પાણીની અછતનો સામનો ન કરવો પડે અને ભૂગર્ભજળનું સ્તર જળવાઈ રહે તે હેતુથી 10 હજારથી વધુ વોટર હાર્વેસ્ટિંગના કામો કરવામાં આવી રહ્યા છે. આ સાથે તેમણે ઓલપાડ તાલુકામાં સોસાયટીઓ વિકસાવતા બિલ્ડરોને પણ તેમના પ્રોજેક્ટમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવાની અપીલ કરી હતી.
Site Admin | એપ્રિલ 27, 2025 3:52 પી એમ(PM)
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વિવિધ ગામોને જોડતા રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કર્યું
