વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ આજે ગાંધીનગરથી 28 પ્રદેશ વિભાગમાં ફૉરેસ્ટ સૉઇલ હૅલ્થકાર્ડનું વિમોચન કર્યું. ગાંધીનગરથી તેનું વિમોચન કરતા શ્રી બેરાએ આ કાર્ડ રાજ્યના વન વિકાસ માટે મહત્વની ભૂમિકા ભજવશે તેમ જણાવતા કહ્યું, આ માટે રાજ્યના વિવિધ 444 સ્થાન પરથી ત્રણ અલગ અલગ ઊંડાઈએથી એક હજાર 215 જેટલા માટીના નમૂના એકઠા કરી તેનું પૃથક્કરણ કરાયું છે. તેના માધ્યમથી આગામી સમયમાં રાજ્યમાં વનના વધુ વિકાસ માટે ઇચ્છીત પરિણામ મેળવી શકાશે.
વન વિભાગ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કરાતા વૃક્ષારોપણ બાદ તેમાંથી 80થી 90 ટકા વૃક્ષ જીવંત રાખવા એ આપણી સૌની જવાબદારી હોવાનું પણ શ્રી બેરાએ ઉમેર્યું. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના જોધપુરમાં સ્થિત I.C.F.R.I. શુષ્ક વન અનુસંધાન સંસ્થાનના ઉપક્રમે વનમૃદા આરોગ્ય પત્ર – આ હૅલ્થ કાર્ડનું વિમોચન કરાયું. કેન્દ્રીય પરિયોજના અંતર્ગત ગુજરાત, રાજસ્થાન તથા દાદરા અને નગરહવેલીમાં હેલ્થ કાર્ડ આપવાની કામગીરી પૂર્ણ થઈ છે.
Site Admin | સપ્ટેમ્બર 25, 2025 3:30 પી એમ(PM)
વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ આજે ગાંધીનગરથી 28 પ્રદેશ વિભાગમાં ફૉરેસ્ટ સૉઇલ હૅલ્થકાર્ડનું વિમોચન કર્યું.