વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું, અરવલ્લી પહાડીઓના સંરક્ષણ માટે સર્વોચ્ચ અદાલતના આદેશનું રાજ્ય સરકાર ચુસ્તપણે પાલન કરશે. એક વીડિયો સંદેશમાં તેમણે કહ્યું, રાજ્યના અરવલ્લી પર્વતમાળા વિસ્તારમાં ખનન કે વેપારી પ્રવૃત્તિઓને મંજૂરી નહીં અપાય. અરવલ્લી પર્વતમાળા રણને આગળ વધતું અટકાવવા કુદરતી અવરોધ તરીકે કામ કરે છે અને ભૂગર્ભ જળના રિચાર્જ એટલે કે, પુનઃપ્રભરણ માટે ઘણી મહત્વની હોવાનું શ્રી મોઢવાડિયાએ ઉમેર્યું.
અરવલ્લી ગ્રીન વૉલ પ્રૉજેક્ટનો ઉલ્લેખ કરતા શ્રી મોઢવાડિયાએ કહ્યું, વર્ષ 2026-27માં આ પ્રૉજેક્ટ હેઠળ અંદાજે ચાર હજાર 890 હૅક્ટર વિસ્તારમાં વૃક્ષારોપણ અને સંરક્ષણની કામગીરી કરાશે.
Site Admin | ડિસેમ્બર 24, 2025 7:42 પી એમ(PM)
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું, અરવલ્લી પર્વતમાળા વિસ્તારમાં ખનન કે વેપારી પ્રવૃત્તિઓને મંજૂરી નહીં અપાય