આજે રાષ્ટ્રીય વન્યજીવ દિવસ છે. વન્યજીવ પ્રત્યે સંવેદના, તેના રહેઠાણ અંગે જાગૃતિ અને સંરક્ષણના હેતુ સાથે સમગ્ર દેશમાં દર વર્ષે 4થી સપ્ટેમ્બરે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકાર વન્યજીવના સંરક્ષણ અને સંવર્ધન માટે જન ભાગીદારીથી અનેકવિધ નવતર અભિગમ અપનાવી રહી છે.વન્યજીવ પ્રત્યેની રાજ્ય સરકારની નીતિને પરિણામે ગુજરાત એશિયાઈ સિંહ, યાયાવર પક્ષીઓ, ઘુડખર, ડોલ્ફિન, નીલગાય, શિયાળ, કાળીયાર, વરુ, રીંછ, જંગલી બિલાડી સહિત અનેક અબોલા જીવ માટે સૌથી ‘સુરક્ષિત’ રહેઠાણ બન્યું છે. રાજ્યમાં એશિયાઈ સિંહોની વસતિ વધીને 891 થઈ છે. દરમિયાન વર્ષે અંદાજે 18 થી 20 લાખ દેશ-વિદેશી પક્ષીઓ રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. રાજ્યના દરિયા કિનારે જોવા મળતી ‘ડોલ્ફિન’ પણ પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ બની છે.છેલ્લી ગણતરી મુજબ રાજ્યમાં 7 હજાર 672 ઘુડખર નોંધાયા છે. ચાલુ વર્ષે ઉતરાયણ પર્વ પર કરૂણા અભિયાન હેઠળ 15 હજારથી વધુ પક્ષીઓને બચાવી લેવાયા છે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2025 10:02 એ એમ (AM)
વન્યજીવ પ્રત્યેની સંરક્ષણ અને સંવર્ધનની નીતિને પરિણામે રાજ્ય એશિયાઈ સિંહ, યાયાવર પક્ષીઓ સહિત અનેક અબોલ જીવ માટે સૌથી ‘સુરક્ષિત’ રહેઠાણ બન્યું