ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 10, 2025 2:28 પી એમ(PM) | લલિત મોદી

printer

વનુઆતુએ ઇન્ડિયન પ્રીમિયર લીગ- IPLના ભૂતપૂર્વ વડા લલિત મોદીને જારી કરેલો વનુઆતુ પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો

વનુઆતુના પ્રધાનમંત્રી જોથમ નાપટે નાગરિકતા આયોગને ઇન્ડિયન પ્રીમિયર લીગ – IPLના ભૂતપૂર્વ વડા લલિત મોદીને જારી કરાયેલા વનુઆતુ પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે. મોદી અંગે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મીડિયામાં થયેલા ખુલાસાઓ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. શુક્રવારે અગાઉ, ભારતના વિદેશ મંત્રાલયેન પુષ્ટિ આપી કે, મોદીએ લંડન સ્થિત ભારતીય ઉચ્ચાયોગમાં પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવા માટે અરજી કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, વિનંતીની સમીક્ષા હાલના નિયમો અને પ્રક્રિયાઓ અનુસાર કરવામાં આવશે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે, ભારતના કાયદા દ્વારા જરૂરી હોય તેમ મોદી સામે કાનૂની કાર્યવાહી ચાલતી રહેશે. લલિત મોદી IPLના વડા તરીકેના કાર્યકાળ દરમિયાન કરોડો રૂપિયાની ઉચાપત કરવાના આરોપમાં ભારતીય અધિકારીઓ દ્વારા વોન્ટેડ છે. તેમણે 2010 માં ભારત છોડી દીધું અને ત્યારથી તેઓ લંડનમાં રહે છે. તેમણે દક્ષિણ પેસિફિકમાં આવેલા નાના ટાપુ રાષ્ટ્ર, વનુઆતુનું નાગરિકત્વ મેળવ્યું હોવાનું જાણીતું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ