જાન્યુઆરી 17, 2026 1:18 પી એમ(PM)

printer

વધતા તણાવ વચ્ચે ગઈકાલે મોડી રાત્રે ઈરાનથી ઘણા ભારતીય નાગરિકો સહીસલામત નવી દિલ્હી પહોંચ્યા.

વધતા તણાવ વચ્ચે ગઈકાલે મોડી રાત્રે ઈરાનથી ઘણા ભારતીય નાગરિકો નવી દિલ્હી પહોંચ્યા છે. સરકારે ઈરાનમાં રહેતા નાગરિકોને અસ્થિર સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશ છોડી દેવા સલાહ જાહેર કરી છે.
મીડિયા સાથે વાત કરતા, ઈરાનથી પરત આવેલા એક ભારતીય નાગરિકે સરકારના સમર્થન અને સહયોગ બદલ આભાર માન્યો છે.
વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, તે પરિસ્થિતી પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ભારતીય નાગરિકોની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.