સપ્ટેમ્બર 19, 2024 8:03 પી એમ(PM) | વડોદરા

printer

વડોદરા શહેરમાં માર્ગ મરામતના અંતિમ તબક્કામાં પાંચ હજાર જેટલા ખાડાઓ પુરવામાં આવ્યા હતા

વડોદરા શહેરમાં માર્ગ મરામતના અંતિમ તબક્કામાં પાંચ હજાર જેટલા ખાડાઓ પુરવામાં આવ્યા હતા. શહેરમાં છેલ્લા 3 દિવસમાં આશરે એક હજાર 250 જેટલા ખાડાઓ પુરવાની કામગીરી પુરી કરવામાં આવી છે. ગત માસમાં પડેલા અતિભારે વરસાદ બાદ લોકલ વાહન વ્યવહારને સુદ્રઢ બનાવવા માટે તંત્ર દ્વારા ખાસ સુપરવાઇઝરની દેખરેખ હેઠળ ઝડપથી માર્ગ મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા એમ.એલ.એ. ફંડ મારફત ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.