ઓગસ્ટ 4, 2025 7:06 પી એમ(PM)

printer

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે થી દહેજ જવું સરળ બનશે-મુખ્યમંત્રીએ 46 કિલોમીટરના માર્ગને ચાર માર્ગીય કરવાનું ખાતમુહૂર્ત કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, જંબુસરમાં નિર્માણાધીન બલ્ક ડ્રગ પાર્ક દવાઓના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા વધારશે. આજે ભરૂચ જિલ્લાના પ્રવાસ દરમિયાન શ્રી પટેલે જંબુસરમાં 815 હેક્ટર વિસ્તારમાં 3 હજાર 920 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલા બલ્ક ડ્રગ પાર્ક સાઈટની મુલાકાત લઈને કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું. શ્રી પટેલે આજે ભરૂચ જિલ્લામાં અંદાજે 638 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે નાગરિકોને સ્વદેશી વસ્તુનો આગ્રહ કરી વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો. તેમણે જણાવ્યુ હતું કે તેમણે ઉમેર્યું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગુજરાતમાં GSTની આવકમાં 15 ટકાનો વધારો થયો છે.
શ્રી પટેલે ભરૂચ જિલ્લાના આમોદ-રોઝા-ટંકારીયા-મુલેરના 46 કિલોમીટર માર્ગને 400 કરોડ રૂપિયાના ખર્ચે ચાર માર્ગીય અને મજબૂતીકરણના કામનું ઈ-ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ માર્ગ ચાર માર્ગીય બનતા વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેના વાહનો માટે દહેજ જવું વધુ સરળ બનશે. તેમણે સુરત ઇકોનોમિક રિજીયનમાં ભરૂચ જિલ્લાનો સમાવેશ થયો છે અને ઉદ્યોગ, પ્રવાસન, રોડ નેટવર્ક તથા માળખાકીય સુવિધામાં વૃદ્ધિના કામો ઝડપથી હાથ ધરાવાના છે તેની પણ ભૂમિકા આપી હતી.
કાર્યક્રમ દરમિયાન શ્રી પટેલે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભ-સહાયનું લાભાર્થીને વિતરણ કર્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.