રાજ્યસભામાંથી કલમ-370 દૂર કરવાની સંપૂર્ણ પ્રક્રિયામાં જમ્મુ-કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવવાની પ્રક્રિયામાં તેઓ ભાગીદાર હતા, તે વાતનો ગર્વ હોવાનો ઉલ્લેખ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ વડોદરા ખાતે કર્યો હતો.
સરદાર@150 રાષ્ટ્રીય પદયાત્રાના પાંચમા દિવસે વડોદરાના જાંબુવા સ્થિત આઈડિયલ સ્કૂલ ખાતે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના અધ્યક્ષસ્થાને યોજાયેલી સરદાર ગાથા સભાના સંબોધનમાં તેમણે આ પ્રમાણએ કહ્યું હતું.
વડોદરાવાસીઓ સરદાર સાહેબના જીવન-કવનને જાણે અને માણે તે માટે આયોજીત આ સરદાર સભામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી સંજય શેઠ, ગુજરાત સરકારના મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજા, સાંસદ ડો. હેમાંગ જોષી, મેયર પિન્કી સોની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | નવેમ્બર 30, 2025 7:32 પી એમ(PM)
વડોદરામાં સરદાર ગાથા સભાને સંબોધતા કલમ-370 રદ કરી જમ્મુ-કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવવાની પ્રક્રિયાનો ભાગ હોવાનું સૌભાગ્ય ગણાવતા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ