ઓક્ટોબર 5, 2024 7:47 પી એમ(PM)

printer

વડોદરામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની તપાસ શરૂ કરી

વડોદરામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની તપાસ શરૂ કરી છે. વડોદરા જિલ્લા સુપ્રિટેન્ડન્ટ રોહન આનંદે જણાવ્યું કે ઘટના વડોદરાના સરહદીય વિસ્તારમાં બની હતી.
સગીરા ગઈકાલે મોડી રાતે તેના મિત્ર સાથે ટુ વ્હીલર પર ઘરની બહાર નીકળી હતી. દરમિયાન બે મોટરસાઇકલ પર સવાર કેટલાક લોકોએ તેની છેડતી કરી હતી. જેમાંથી બે શકમંદોએ બાદમાં સગીરાને આંતરીને દુષ્કર્મ આચર્યુ, જ્યારે એકે તેની મદદ કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે કેસની તપાસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને પણ જોડી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.