ડિસેમ્બર 23, 2024 6:47 પી એમ(PM)

printer

વડોદરામાં રમાયેલી વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી એક દિવસીય મેચ ભારતે 211 રનથી જીતી લીધી છે

​વડોદરામાં રમાયેલી વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી એક દિવસીય મેચ ભારતે 211 રનથી જીતી લીધી છે.. ભારતે આપેલા 315 રનના લક્ષ્યાંકનો પીછો કરતા વેસ્ટ ઇન્ડિઝી ટીમ 103 રનમાં જ તંબુ ભેગી થઇ ગઇ હતી.. ભારત તરફથી સૌથી વધુ પાંચ વિકેટ રેણુકા સિંઘે લીધી હતી જ્યારે પ્રિતી મિશ્રાએ બે વિકેટ ઝડપી હતી..

ભારતે સ્મૃતિ મંધાનાના 91 અને હરલીન દેઓલે 44 રનની સહાયથી 314 રન બનાવ્યા હતા. કેરેબિયન્સ માટે ઝૈદા જેમ્સે પાંચ, હાર્લી મેથ્યુસે બે અને ડીઆન્ડ્રા ડોટિને એક વિકેટ લીધી હતી.