જાન્યુઆરી 12, 2026 9:38 એ એમ (AM)

printer

વડોદરામાં રમાયેલી એક દિવસીય ક્રિકેટ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવ્યું

વડોદરામાં રમાયેલી ત્રણ મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ગઇકાલે ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવ્યું.ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા, નિર્ધારિત 50 ઓવરમાં આઠ વિકેટે 300 રન બનાવ્યા. ડેરિલ મિશેલે સૌથી વધુ 84, જ્યારે હેનરી નિકોલ્સે 62 રન બનાવ્યા. ભારત તરફથી મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા અને પ્રસિદ્ધ કૃષ્ણાએ બે-બે અને કુલદીપ યાદવે એક વિકેટ લીધી હતી.301 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે 49 ઓવરમાં છ વિકેટે 306 રન બનાવીને મેચ જીતી લીધી. કેપ્ટન શુભમન ગિલ અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે 118 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી. ગિલે 56 રન, જ્યારે કોહલીએ 93 રન બનાવ્યા. શ્રેણીની બીજી મેચ બુધવારે રાજકોટમાં રમાશે.