જુલાઇ 10, 2025 7:48 એ એમ (AM)

printer

વડોદરામાં પાદરાના મૂજપુર ખાતે પુલનો એક ભાગ તૂટી પડવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 12 થયો

વડોદરામાં પાદરાના મૂજપુર ખાતે પુલનો એક ભાગ તૂટી પડવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 12 થયો છે. મોડી રાત્રે બચાવ કામગીરી દરમ્યાન ટ્રકને ખસેડતા તેમાંથી ત્રણ વ્યક્તિના મૃતદેહો મળી આવ્યા હતા.જેમાં બે વ્યક્તિની ઓળખ સ્થાપિત થઈ શકી છે. પાદરા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ બાદ તેમના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા હતા.આ ઘટનામાં બચાવ કામગીરી સતત ચાલી રહી છે.જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ બચાવ કામગીરીનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે.દરમિયાન ગાંધીનગર ખાતે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ દુર્ઘટના અંગે મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા.