વડોદરામાં છઠ્ઠી મિશ્ર માર્શલ આર્ટ્સ – MMA સ્પર્ધામાં શહેરના પાંચ રમતવીરોએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. શહેરમાં ધ ડોજો MMA અને ફિટનેસ ખાતે પહેલી વાર યોજાયેલી આ સ્પર્ધામાં વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભરૂચ અને સુરત સહિતના વિવિધ શહેરમાંથી 90 જેટલા ખેલાડીએ ભાગ લીધો હતો.
વડોદરાના ખેલાડી તરંગ પટેલ, નિરવ સોલંકી, હિમાંશુ સુરેશરાવ જાધવ અને ધરમ ઠાકુરીએ, ભરૂચના વિવેક કુમાર અને સૂરજ નાયર, અમદાવાદના ભાવેશ દેસાઈ, ગાંધીનગરના પ્રિયકાન્ત શર્મા તથા રાજકોટના ઓમ દરજીએ પણ સુવર્ણ ચંદ્રક જીત્યા છે.
ઉલ્લેખનીય છે કે, આવા આયોજન થકી રાજ્યમાં MMA ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં અને સ્વાસ્થ્ય, આત્મરક્ષણ તથા લડાયક રમતગમત વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
Site Admin | નવેમ્બર 6, 2025 7:16 પી એમ(PM)
વડોદરામાં પહેલી વાર યોજાયેલી મિશ્ર માર્શલ આર્ટ્સ – MMA સ્પર્ધામાં શહેરના પાંચ રમતવીરોએ સુવર્ણ ચંદ્રક જીત્યો.