સપ્ટેમ્બર 18, 2025 9:16 એ એમ (AM)

printer

વડોદરામાં કાર્યરત GIRDA ત્રણ વર્ષમાં 10 કરોડ રૂપિયાથી વધુની આવક સાથે વિશ્વસનીય રાષ્ટ્રીય પ્રયોગશાળા તરીકે ઉભરી

વડોદરામાં કાર્યરત ગુજરાત ઔદ્યોગિક સંશોધન અને વિકાસ સંસ્થા-GIRDA ત્રણ વર્ષમાં 10 કરોડ રૂપિયાથી વધુની આવક સાથે એક વિશ્વસનીય રાષ્ટ્રીય પ્રયોગશાળા તરીકે ઉભરી આવી. આ સંસ્થા વિવિધ ઔધોગિક ઉત્પાદનોની ચકાસણી ઉપરાંત પીવાના પાણીની પાઇપલાઇનની ગુણવતા ચકાસણીની કામગીરી કરે છે.રાજ્ય સરકારના અનુદાનમાં 7 કરોડ 21 લાખ રૂપિયાથી વધુના સમર્થનથી, GIRDA એ રસાયણો, પ્લાસ્ટિક અને પોલિમરનો વેપાર કરતા ઉદ્યોગો માટે પોતાને રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત અને વિશ્વસનીય પ્રયોગશાળા તરીકે સ્થાપિત કરી છે.રાજ્ય સરકારની 100 ટકા ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થા તરીકે, GIRDA રાસાયણિક અને પેટ્રોલિયમ ક્ષેત્રોમાં નાના અને મધ્યમ ઉદ્યોગોને સંશોધન અને વિકાસ, તાલીમ, ગુણવત્તા નિયંત્રણ, ટેકનોલોજી અપગ્રેડ અને ઉત્પાદન વિકાસ દ્વારા ટેકો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.