વડોદરામાં આજે આગની બનેલી બે અલગ અલગ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાના અહેવાલ છે. વડોદરાના સયાજીપુરામાં એક ઘરમાં આગ લાગતા 43 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું.
દુર્ઘટના સમયે તેઓ ઘરમાં એકલા જ હતા.પાણીગેટ ફાયરસ્ટેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે મકરપુરામાં એસઆરપી ગ્રુપ-9માં સ્ટોરરૂમમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.બનાવની જાણ થતાં 4 ફાયરસ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને 6 થી વધુ ફાયરટેન્કરની મદદથી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો.
Site Admin | માર્ચ 22, 2025 2:33 પી એમ(PM)
વડોદરામાં આજે આગની બનેલી બે અલગ અલગ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું
