ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 28, 2024 3:04 પી એમ(PM) | ભારે વરસાદ

printer

વડોદરામાં અતિ ભારે વરસાદને કારણે મુંબઇથી ગુજરાત તરફની કેટલીક એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી

વડોદરામાં અતિ ભારે વરસાદને કારણે મુંબઇથી ગુજરાત તરફની કેટલીક એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, લોકશક્તિ એક્સપ્રેસ અને સૌરાષ્ટ્ર મેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાણકપુર એક્સપ્રેસ, ભગત કી કોઠી એક્સપ્રેસ અને જયપુર એક્સપ્રેસનો સમય બદલવામાં આવ્યો છે. આ ટ્રેનો મોડી ઉપડશે.
આ ફેરફારથી અજાણ અનેક મુસાફરોને અગવડ પડી રહી છે. તેઓ વેસ્ટર્ન લાઇનનાં બોઇસર અને પાલઘર સ્ટેશનો પર ટ્રેનોની રાહ જોઈ રહ્યા છે.