ડિસેમ્બર 16, 2025 9:31 એ એમ (AM)

printer

વડોદરાની પારૂલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, શિક્ષણ એ રાષ્ટ્રના સર્વાંગી વિકાસનો મજબૂત આધાર

પારૂલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાયો. જેમાં વિવિધ વિષયના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને ડિગ્રી તથા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ રાષ્ટ્રના સર્વાંગી વિકાસનો મજબૂત આધાર છે. આજના યુવાનો માત્ર નોકરી શોધનાર નહીં પરંતુ નોકરી આપનાર બને તે દિશામાં શિક્ષણ સંસ્થાઓ મહત્વની ભૂમિકા ભજવે છે. વિદ્યાર્થીઓએ મેળવેલ જ્ઞાનનો ઉપયોગ સમાજ અને દેશના વિકાસ માટે કરવો જોઈએ તેમ તેમણે ભાર આપ્યો હતો.