સરદાર @150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા વડોદરા જિલ્લામાં તેના અંતિમ ચરણમાં મોટા ફોફળીયા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે જે કોમો પોતાના પૂર્વજોના ઇતિહાસને યાદ રાખે છે તે હંમેશા જીવંત રહે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે 562 રજવાડાઓમાં વહેંચાયેલું હતું. સરદારે પોતાની મજબૂત ઇચ્છા શક્તિ અને વીરતાના પરિચયથી તમામ રાજા-રજવાડાઓને રાષ્ટ્રીય એકતા સૂત્રમાં બાંધ્યા હતા.
આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે આ યાત્રા આવનારી પેઢી માટે કૂબ મોટો સંદેશો છે.
શિનોર તાલુકાના બિથલી ખાતે સરદાર@૧૫૦ રાષ્ટ્રીય પદયાત્રામાં કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સી. આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને બિરદાવતા કહ્યું હતું કે અખંડ ભારતની કલ્પના જેમણે સાકાર કરી તેનો જશ જો કોઈ એકમાત્ર વ્યક્તિને આપવો પડે તો તે સરદાર વલ્લભભાઈ પટેલને આપવો પડે.
Site Admin | ડિસેમ્બર 3, 2025 7:14 પી એમ(PM)
વડોદરાના ફોફળીયા ગામે રાષ્ટ્રીય એકતા પદયાત્રામાં રાજ્યપાલે જણાવ્યું કે જે સમાજ પોતાના પૂર્વજોના ઇતિહાસને યાદ રાખે છે તે હંમેશા જીવંત રહે છે.