વડોદરાના દિવ્યાંગ તરવૈયા ગરિમા વ્યાસે રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં પાંચ ચંદ્રક જીત્યાં છે. તેમણે વ્યક્તિગત શ્રેણીમાં બે સુવર્ણ અને એક કાંસ્ય તથા ટીમ રિલે શ્રેણીમાં એક રજત તથા કાંસ્ય ચંદ્રક મેળવ્યાં છે.
સત્તાવાર યાદી મુજબ, હૈદરાબાદના GMC બાલયોગી રમતગમત સંકુલ ખાતે યોજાયેલી XXV રાષ્ટ્રીય પેરા-સ્વિમિંગ સ્પર્ધામાં વડોદરાનાં ખેલાડીએ આ સિદ્ધિ મેળવી. સ્પર્ધામાં જ્યના 32 જેટલા દિવ્યાંગ તરવૈયાઓની ટીમે ભાગ લીધો. 15 સુવર્ણ, 21 રજત અને 12 કાંસ્ય ચંદ્રક સાથે કુલ 48 ચંદ્રક જીતીને ટીમ છઠ્ઠા સ્થાને રહી હતી.
Site Admin | નવેમ્બર 24, 2025 7:14 પી એમ(PM)
વડોદરાના દિવ્યાંગ તરવૈયા ગરિમા વ્યાસે રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં પાંચ ચંદ્રક જીત્યાં