જુલાઇ 11, 2025 9:13 એ એમ (AM)

printer

વડોદરાના ગંભીરા પુલ દુર્ઘટનામાં જવાબદાર ચાર અધિકારીઓને ફરજ મોકૂફ કરાયા

રાજ્ય સરકારે મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે પ્રાથમિક તપાસ અવલોકનના આધારે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લીધા છે. તે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એન. એમ. નાયકાવાલા, નાયબ કાર્યપાલક ઈજનેર યુ. સી. પટેલ અને આર. ટી. પટેલ તેમજ મદદનીશ ઈજનેર જે. વી. શાહને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરાયા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા—આણંદને જોડતા બ્રિજ દુર્ઘટના અંગે વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચ સ્તરની તપાસ માટેના દિશાનિર્દેશ આપ્યા. આ ઘટના બની ત્યારથી શ્રી પટેલ માર્ગ-મકાન વિભાગ અને સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે સતત સંપર્કમાં છે.આ ઉપરાંત, રાજ્યના અન્ય પુલોની સલામતી ધ્યાને લેતા જાહેરહિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરી લેવાની પણ સૂચનાઓ મુખ્યમંત્રીશ્રીએ આપી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.