વડોદરાના ખેલાડી માનુષ શાહે રાષ્ટ્રીય સ્તરની ટૅબલ ટૅનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. હરિયાણા ટૅબલ ટૅનિસ સંગઠનના ઉપક્રમે પંચકુલા ખાતે યોજાયેલી ચોથી રાષ્ટ્રીય સ્તરની આ સ્પર્ધામાં તેમણે આ સિદ્ધિ મેળવી. તેઓ સેમિ-ફાઈનલમાં હારી જતાં તેમને કાંસ્ય ચંદ્રક મળ્યો છે.
અગાઉ આ સ્પર્ધામાં 24 વર્ષના માનુષ શાહે દિલ્હીના આર્જવ ગુપ્તા સામે રાઉન્ડ ઑફ 16-ની મૅચ જીતીને વિજયી પ્રારંભ કર્યો હતો. ક્વાર્ટર ફાઈનલમાં તેમણે PSPBના સ્ટાર ખેલાડી અને ગુજરાતના જ હરમિત દેસાઈને હરાવ્યા હતા.
Site Admin | નવેમ્બર 18, 2025 7:08 પી એમ(PM)
વડોદરાના ખેલાડી માનુષ શાહે રાષ્ટ્રીય સ્તરની ટૅબલ ટૅનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો