વડોદરાના ખેલાડી પાર્થ નીતિન શાહે ટૅબલ પર રમાતી રમત એટલે કે સ્નૂકરની સ્પર્ધાનો ખિતાબ જીત્યો છે. સત્તાવાર યાદી મુજબ, સુરતમાં પાંચ અને છ ઑક્ટોબરે યોજાયેલી જૂનિયર સ્નૂકર ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપમાં તેમણે આ સિદ્ધિ મેળવી છે. રાજ્યના વિવિધ શહેરમાંથી કુલ 16 ખેલાડીએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. 19 વર્ષના પાર્થ શાહે શરૂઆતથી ઉત્તમ પ્રદર્શન કરી ફાઈનલમાં જગ્યા બનાવી અને ખિતાબ જીતી લીધો.
વર્ષ 2019થી સ્નૂકર રમવાનું શરૂ કરનારા પાર્થ શાહ હાલ સબ-જૂનિયર રાષ્ટ્રીય ક્રમાંકમાં ભારતના ત્રીજા ક્રમાંકના ખેલાડી છે. તેઓ આંતર-રાષ્ટ્રીય સ્તરે વિશ્વ સ્નૂકર સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ પણ કરે છે.
Site Admin | ઓક્ટોબર 9, 2025 7:22 પી એમ(PM)
વડોદરાના ખેલાડી પાર્થ શાહે રાજ્યકક્ષાની સ્નૂકર સ્પર્ધાનો ખિતાબ જીત્યો
