ડિસેમ્બર 30, 2025 7:29 પી એમ(PM)

printer

વડોદરાનાં 17 વર્ષનાં ખેલાડી આસ્મા ઝાબુવાલા SGFI-ની વૅઇટલિફ્ટીંગ સ્પર્ધામાં પદાર્પણ કરશે.

વડોદરાનાં 17 વર્ષનાં ખેલાડી આસ્મા ઝાબુવાલા ભારતીય શાળા રમતગમત મહામંડળ – SGFIમાં વજન ઉપાડવાની રમત – વૅઇટલિફ્ટીંગ સ્પર્ધામાં પદાર્પણ કરશે. ધોરણ 12માં ભણતાં આ ખેલાડીએ કઠોર શૈક્ષણિક જવાબદારી સાથે રમતમાં ઊંડો રસ જાળવી રાખ્યો છે.
તેમણે કહ્યું, તેમનું સ્વપ્ન ઑલિમ્પિક રમતમાં વૅઇટલિફ્ટીંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો છે. SGFI તેમની પ્રથમ મુખ્ય રાષ્ટ્રીય સ્તરનો અનુભવ હોવાથી તેઓ આ તકને પોતાના લક્ષ્ય તરફના અગત્યના પગલાં તરીકે જોવે છે. અગાઉ તેમણે પાવર-લિફ્ટીંગ સ્પર્ધામાં રાજ્યકક્ષાનાં વિજેતા તરીકે માન્યતા મેળવી હતી. ક્લાસિક નૅશનલ સબ-જુનિયર પાવરલિફ્ટીંગ સ્પર્ધામાં પણ આસ્મા ઝાબુવાલાએ ત્રણ રજત અને એક કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.