વડોદરાનાં કિક-બૉક્સિંગનાં ખેલાડી ડિન્કલ ગોરખાએ કિક-બૉક્સિંગ વિશ્વ કપમાં બે ચંદ્રક જીત્યાં છે. ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં સાતથી 12 ઑક્ટોબર સુધી યોજાયેલી સ્પર્ધામાં તેમણે એક રજત અને એક કાંસ્ય ચંદ્રક જીત્યો છે. આ સ્પર્ધામાં ભારત તરફથી કુલ 16 ખેલાડીએ ભાગ લીધો હતો.
સત્તાવાર યાદી મુજબ, ડિન્કલ ગોરખાએ સિનિયર મહિલા 60 કિલો શ્રેણીમાં પૉઈન્ટ ફાઈટ અને લાઈટ કૉન્ટેક્ટ બંને વિભાગમાં પોતાની પ્રતિભા દેખાડી હતી. તેમણે અંતિમ મુકાબલામાં જર્મનીનાં ખેલાડીને ટક્કર આપી રજત ચંદ્રક મેળવ્યો. જ્યારે લાઈટ કૉન્ટેક્ટ શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો. આગામી દિવસોમાં તેઓ અબુધાબીમાં વિશ્વ ચૅમ્પિયનશિપમાં ભાગ લેશે.
Site Admin | ઓક્ટોબર 16, 2025 7:14 પી એમ(PM)
વડોદરાનાં કિક-બૉક્સિંગનાં ખેલાડી ડિન્કલ ગોરખાએ ઉઝબેકિસ્તાનમાં રમાયેલા કિક-બૉક્સિંગ વિશ્વ કપમાં બે ચંદ્રક જીત્યાં