વક્ફ સંશોધન ખરડા પર સંસદની સંયુક્ત સંસદીય સમિતિ- J.P.C.ના અધ્યક્ષ જગદમ્બિકા પાલે કહ્યું, આ ખરડો આર્થિક રીતે નબળા મુસલમાનોના પક્ષમાં છે. વક્ફ સંશોધન ખરડા પર ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડના વિરોધ અંગે શ્રી પાલે નવી દિલ્હીમાં સંવાદદાતાઓને જણાવ્યું કે, ગૃહમાં 428 પાનાનો અહેવાલ રજૂ કરાયો છે અને વક્ફ બૉર્ડના હિત માટે તેનું સંશોધન કરાયું છે.
શ્રી પાલે કહ્યું, સરકારે મુસ્લિમ સંગઠનો અને અન્ય હિસ્સેદારો સાથે વાજબી અને સંતુલિત કાયદો બનાવવા ખરડાને સંયુક્ત સંસદીય સમિતિને મોકલ્યું છે.
Site Admin | માર્ચ 17, 2025 2:33 પી એમ(PM)
વક્ફ સંશોધન ખરડો આર્થિક રીતે નબળા મુસલમાનોના પક્ષમાં :J.P.C.ના અધ્યક્ષ જગદમ્બિકા પાલ
