ડિસેમ્બર 1, 2025 8:02 પી એમ(PM)

printer

વક્ફ મિલકતોની નોંધણી માટે ‘છ મહિનાની સમયમર્યાદા’ લંબાવવાની અરજીઓ પર વિચાર કરવાનો સર્વોચ્ચ અદાલતનો ઇનકાર

સર્વોચ્ચ અદાલતે આજે વક્ફ સુધારા અધિનિયમ, 2025 મુજબ વક્ફ મિલકતોની નોંધણી માટે ‘છ મહિનાની સમયમર્યાદા’ લંબાવવાની માગ કરતી અરજીઓ પર વિચાર કરવાનો ઇનકાર કર્યો. ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે સૂચવ્યું હતું કે, અરજદારો માટે વક્ફ ટ્રિબ્યુનલ સમક્ષ પહેલેથી જ ઉપાય ઉપલબ્ધ હોવાથી, તેઓ આ મહિનાની 6 તારીખ સુધીમાં માગી શકે છે. અરજદારો 2025ના કાયદા મુજબ વક્ફ ટ્રિબ્યુનલ સમક્ષ અરજીઓ દાખલ કરીને રાહત મેળવવા માંગે છે.
અરજદારોએ દલીલ કરી હતી કે, UMEED પોર્ટલમાં વક્ફ મિલકતોની નોંધણી અથવા ડિજિટાઇઝેશનથી ઉદ્ભવતી મુશ્કેલીઓ સાથેની અરજીઓ પર ટ્રિબ્યુનલ વિચારણા કરશે ત્યાં સુધીમાં 6 ડિસેમ્બરની સમયમર્યાદા પૂરી થઈ જશે.