વકફ (સુધારા) બિલ 2023 પર સંસદની સંયુક્ત સમિતિએ TMC સાંસદ કલ્યાણ બેનર્જીને પેનલની બેઠકમાં ભાગ લેવામાંથી એક દિવસ માટે બરતરફ કર્યા છે. સંસદ ભવનમાં આજે મળેલી પેનલની બેઠક દરમિયાન તેમના ગેરવર્તનને પગલે આ નિર્ણય લેવાયો હતો. સૂત્રોએ જણાવ્યું કે બેઠક દરમિયાન બેનર્જીએ ભાજપના સાંસદ અભિજિત ગંગોપાધ્યાય સાથે ઉગ્ર દલીલ કરી હતી અને બાદમાં ગેરવર્તન કર્યું હતું. ભાજપના સાંસદ જગદંબિકા પાલની અધ્યક્ષતાવાળી સમિતિની આજની બેઠકમાં કટક સ્થિત જસ્ટિસ ઇનરિયાલિટી,પંચસખા બાની પ્રચાર મંડળી અને કાયદા અંગેના પાંચ ભારતીય યુનિયન મુસ્લિમ લીગ સાંસદોના મંતવ્યો અને સૂચનો સાંભળવાના હતા.
Site Admin | ઓક્ટોબર 22, 2024 6:47 પી એમ(PM)
વકફ (સુધારા) બિલ 2023 પર સંસદની સંયુક્ત સમિતિએ TMC સાંસદ કલ્યાણ બેનર્જીને પેનલની બેઠકમાં ભાગ લેવામાંથી એક દિવસ માટે બરતરફ કર્યા
