રાષ્ટ્રીય એકતાના શિલ્પી અને આધુનિક ભારતના નિર્માતા સરદાર પટેલના 75મા નિર્વાણદિન નિમિતે રાજયમાં અનેકવિધ સ્થળોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાજયપાલ, આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સહિતના અગ્રણીઓએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
પ્રથમ જયોર્તિલીંગ સોમનાથ મંદિરે સરદાર પટેલની પ્રતિમાને ટ્રસ્ટના અધિકારીઓ અને તીર્થપુરોહિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ અંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ પ્રસંગે સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણ અને સોમનાથ મંદિરના પુનઃનિર્માણ માટેના અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.
Site Admin | ડિસેમ્બર 15, 2025 7:56 પી એમ(PM)
લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલના 75મા નિર્વાણદિને રાજયમાં અનેકવિધ સ્થળોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.