ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 31, 2025 7:57 પી એમ(PM)

printer

લોખંડી પુરુષ સરદાર પટેલની 150-મી જન્મજયંતી નિમિત્તે રાજ્યભરમાં એકતા દોડ યોજાઈ.

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150-મી જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાજ્યભરમાં આજે એકતા દોડ યોજાઇ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી સરદાર એટ 150 એકતા દોડનું પ્રસ્થાન કરાવ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં સ્વર્ણિમ્ પાર્કથી મહાત્મા મંદિર અને ટાઉનહૉલ સુધી યોજાયેલી એકતા દોડનો પ્રારંભ કરાવ્યો હતો.
જામનગરમાં યોજાયેલી એકતા દોડમાં રાજ્યકક્ષાનાં મંત્રી રિવાબા જાડેજા, અન્ય ધારાસભ્યો સહિતના મહાનુભાવો જોડાયા હતા.
સુરેન્દ્રનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય ભાવના અને એકતાના સંદેશને મજબૂત કરવાના ઉદ્દેશ સાથે એકતા દોડ યોજાઇ.
ભાવનગરમાં રૂપાણી સર્કલથી ઘોઘા સર્કલ સુધી યોજાયેલી એકતા દોડમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, કૃષિમંત્રી જીતુ વાઘાણી સહિતના મહાનુભાવ જોડાયા.
છોટાઉદેપુરમાં એકતા દોડ બાદ લોકોએ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવી રાખવા શપથ લીધા.
ખેડાના નડિયાદમાં યોજાયેલી એકતા દોડમાં એકતા, અખંડિતતા અને દેશપ્રેમનો સંદેશ અપાયો.
બોટાદમાં એકતા દોડ દ્વારા સરદાર પટેલના એકતાના સંદેશને લોકો સુધી પહોંચાડવામાં આવ્યો.
વાવ-થરાદ જિલ્લાના થરાદ ખાતે રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરની અધ્યક્ષતામાં એકતા દોડ યોજાઈ.
આ પ્રસંગે શ્રી ઠાકોરે યુવા પેઢીએ એકતા અને વિકાસ માટે સરદાર પટેલના આદર્શને જીવનમાં ઉતારવા સૌને અનુરોધ કર્યો. તો બનાસકાંઠાના પાલનપુરમાં રાજ્યમંત્રી પ્રવિણ માળીની અધ્યક્ષતામાં એકતા દોડ યોજાઈ.
સુરતમાં યોજાયેલી એકતા દોડમાં મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારી અને પોલીસ અધિકારીઓ સહિતના મહાનુભાવ જોડાયા. દરમિયાન પોલીસ કમિશનરે સૌને સ્વચ્છતા જાળવવા અપીલ કરી.
પાટણમાં લોકોએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી.
મહેસાણામાં સાંસદ હરિ પટેલ, ધારાસભ્ય મુકેશ પટેલ સહિતના મોટી સંખ્યામાં લોકોએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી.
ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી બોય્ઝ હાઇસ્કુલ વેરાવળથી ટાવર ચોક સુધી એકતા દોડ યોજાઈ. તેમાં જોડાયેલા ધારાસભ્ય ભગવાન બારડે યુવાનોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરી.
રાજકોટમાં શ્રમ મંત્રી કુંવરજી બાવળીયા તથા અન્ય મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી એકતા દોડને પ્રસ્થાન કરાવ્યું.
અમરેલીમાં સરદાર સર્કલથી ‘એકતા દોડને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ પ્રસ્થાન કરાવ્યું હતું.
સાબરકાંઠાના હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખે હિમ્મત હાઇ સ્કૂલથી એકતા દોડને પ્રસ્થાન કરાવ્યું. આકોદરામાં પણ યોજાયેલી એકતા દોડમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા.
નાની દમણ બસ મથકમાં દમણ પોલીસ વિભાગ દ્વારા ભવ્ય પરેડ અને શપથ સમારોહ યોજાયો. દાદરા નગર હવેલી અને દમણ દીવના ડીઆઈજી સંતોષ કુમાર મીણાએ પરેડને સલામી આપી અને દોડને લીલી ઝંડી આપી.
મોરબીમાં પોલીસ પરેડ મેદાનથી સરદાર પટેલની પ્રતિમા નવા બસ સ્ટેન્ડ સુધી યોજાયેલી એકતા દોડને મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું તેમજ સૌએ એકતા શપથ લઇ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી.
પંચમહાલના ગોધરા શહેરમાં યોજાયેલી એકતા દોડમાં નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.