લોક અદાલતમાં સૌથી વધુ કેસોનો નિકાલ કરવામાં સુરત જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે. ગઈકાલે યોજાયેલી લોક અદાલતમાં 1 લાખ 5 હજાર 554 કેસ રજૂ કરવામાં આવ્યા હતાં, જેમાંથી 1 લાખ 1 હજાર 559 કેસનો સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો. ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ ૧૩૮ અન્વયેના કેસો, બેંક દાવાઓ, મોટર અકસ્માત દાવાઓ, શ્રમ સંબંધિત કેસો, વિજળી અને પાણી બિલ સંબંધિત વિવાદો, લગ્ન સંબંધિત તકરારો, તેમજ રેવન્યુ અને સિવિલ કેસોનો ઉકેલ લાવવામાં આવ્યો.લોકઅદાલત દ્વારા આજ સુધી સાડા ત્રણ લાખથી વધુ કેસનો સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો છે. આ સાથે જ મુખ્ય જિલ્લા ન્યાયાધીશે આગામી લોક અદાલતનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો છે
Site Admin | જુલાઇ 13, 2025 8:59 એ એમ (AM)
લોક અદાલતમાં સૌથી વધુ કેસોના નિકાલમાં સાડા ત્રણ લાખ કેસ સાથે સુરત જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે