લોકોને રસીકરણ પ્રત્યે જાગૃત કરવા દેશભરમાં 16 માર્ચના રોજ રાષ્ટ્રીય રસીકરણ દિવસના રૂપમાં મનાવાય છે.આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોને ગંભીર રોગો સામે લડવા માટે રસીકરણ પ્રત્યે જાગૃત કરવાનો છે. પ્રથમ રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી 16 માર્ચ, 1955 ના રોજ કરાઈ હતી.
સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી થઈ રહી છે. હાલમાં રાજ્યમાં નવથી 11 મહિનાના બાળકો માટે રસીકરણનો દર 95 ટકાથી વધુ છે. રાજ્યમાં મિશન ઈન્દ્રધનુષના પાંચમાં તબક્કા હેઠળ વર્ષ 2023માં નવ લાખ 95 હજાર 395 બાળકો અને બે લાખ 25 હજાર 960 ગર્ભવતી મહિલાઓને રસી આપવામાં આવી હોવાનું ગાંધીનગર પરિવાર કલ્યાણ વિભાગના અધિક નિયામકે જણાવ્યું હતું.
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બાળકના સ્વસ્થ જીવન અને સર્વાંગી વિકાસ માટે ખિલખિલાટ રસીકરણ અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે ઓરી અને રૂબેલા રસીથી વંચિત રહેલા 9 માસથી 5 વર્ષ સુધીના બાળકોની યાદી તૈયાર કરીને વિશેષ રસીકરણ અભિયાન હાથ ધરાયું.
Site Admin | માર્ચ 16, 2025 7:07 પી એમ(PM) | રસીકરણ
લોકોને રસીકરણ પ્રત્યે જાગૃત કરવા દેશભરમાં 16 માર્ચના રોજ રાષ્ટ્રીય રસીકરણ દિવસના રૂપમાં મનાવાય છે.
