આજે 17 મૅ એટલે વિશ્વ હાયપરટેન્શન દિવસ. વર્તમાન યુગમાં હાયપરટેન્શનનું પ્રમાણ લોકોમાં વધી રહ્યું હોવાથી તેના પ્રત્યે જનજાગૃતિ લાવવા આ દિવસ મનાવવામાં આવે છે.લોહીના ઊંચા દબાણને સામાન્ય રીતે હાયપરટેન્શન તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા- W.H.O. દ્વારા આ વર્ષે આ દિવસની ઉજવણી માટે ‘તમારા બ્લડપ્રેશરને સચોટ રીતે માપો, તેને નિયંત્રિત કરો, લાંબુ જીવો’ વિષયવસ્તુ નક્કી કરવામાં આવી છે. આ વિષયવસ્તુ નિયમિત અને સચોટ બ્લડપ્રેશર એટલે કે લોહીનું દબાણ માપવા પર ભાર મૂકે છે. બ્લડપ્રેશરનું યોગ્ય નિરીક્ષણ કરી હાયપરટેન્શનને વહેલા ઓળખી શકીએ છે અને તેને અસરકારક રીતે સંચાલિત કરવા જરૂરી પગલાં લઈ શકાય છે. ઉપરાંત જીવનશૈલીમાં ફેરફાર, દવા અને સતત દેખરેખ દ્વારા બ્લડપ્રેશરને નિયંત્રિત કરવાથી હૃદય રોગ, સ્ટ્રૉક અને કિડની નિષ્ફળતા જેવી ગંભીર સ્વાસ્થ્ય જોખમોને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.
Site Admin | મે 17, 2025 10:08 એ એમ (AM)
લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ સાથે આજે વિશ્વ હાયપરટૅન્શન દિવસ મનાવાશે
