‘અ ટ્રિબ્યૂટ ટૂ નૅચર્સ ટાઈની મેસેન્જર્સ’ની વિષયવસ્તુ સાથે આજે 20 માર્ચે સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી કરાશે. વિશ્વમાં ચકલીની વસતિમાં સતત થતા ઘટાડાને નિયંત્રિત કરવા અને લોકોને જાગૃત કરવા દર વર્ષે ઉજવણી કરાય છે. નૅચર ફૉરેવર સોસાયટી ઇન્ડિયા અને ફ્રાન્સના ઇકો-સિસ એક્શન ફાઉન્ડેશનના સહયોગથી વર્ષ 2010થી ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી થાય છે.
હાલમાં વિશ્વમાં ચકલીઓની અંદાજે 43 જાતિ છે. થોડા વર્ષોમાં ચકલીઓની સંખ્યામાં 60થી 80 ટકાનો ઘટાડો થયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. યાદી મુજબ, ચકલીઓ સામાન્ય રીતે 38 કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી ઉડી શકે છે.
Site Admin | માર્ચ 20, 2025 9:43 એ એમ (AM)
લોકોને ચકલીઓ અંગે જાગૃત કરવા આજે ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી.
