અનિવાર્ય સંજોગો સિવાય સોમવાર અને મંગળવારને ફરજિયાત જાહેર જનતા અને જન પ્રતિનિધિઓની રજૂઆતોને સાંભળવા માટે આરક્ષિત કરવા રાજ્યના મંત્રીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે.
ગાંધીનગર ખાતે આજે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક અંગે વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, સોમવાર અને મંગળવારના રોજ કોઈ સરકારી મીટિંગ ન રાખવા મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને સૂચના આપી છે. તેમણે ઉમેર્યું, પ્રભારી મંત્રીઓને તેમના વિસ્તારના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ અને રોડની સ્થિતિની સમીક્ષા કરવા પણ સૂચના આપવામાં આવી છે.
Site Admin | નવેમ્બર 12, 2025 7:17 પી એમ(PM)
લોકોની રજૂઆતો સાંભળવા સોમવાર અને મંગળવારને ફરજિયાત આરક્ષિત કરવા મંત્રીઓને મુખ્યમંત્રીની સૂચના