મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોની રજૂઆતોના જિલ્લાસ્તરે ઝડપી અને પ્રામાણિક નિવારણ માટેની વ્યવસ્થા વિકસાવવા તમામ જિલ્લાના કલેક્ટરને તાકીદ કરી છે. ગાંધીનગરમાં કલેક્ટર પરિષદમાં શ્રી પટેલે કલેક્ટર્સને સ્થળ મુલાકાતને પ્રાથમિકતા આપી સરકારની યોજનાઓના અસરકારક અમલીકરણનું નિરીક્ષણ કરવા કહ્યું છે.
શ્રી પટેલે ઇમાનદારી, સત્યનિષ્ઠા, સર્વકાર્યક્ષમતા અને અસરકારકતાના આધારે સમગ્ર જિલ્લાની કામગીરી કરવા પણ આહ્વાન કર્યું. ઉપરાંત તેમણે સરકાર કલેક્ટર્સ સાથે હોવાની ખાતરી પણ આપી છે. તેમણે કોઈ પણ ડર વિના સારા કામ માટે જિલ્લા ટુકડીનું નેતૃત્વ કરવા કલેક્ટરને સૂચના આપી છે.
ઉલ્લેખનીય છે કે, આ એક દિવસની પરિષદમાં ખાસ કરીને i-ORA / E-Dhara, i-RCMS, DCLR/ALTના પડતર કેસની સમીક્ષા અને આરોગ્ય વિભાગ સંબંધિત મુદ્દાઓના ચર્ચા અને મંથન કરાયું.
Site Admin | જાન્યુઆરી 16, 2026 7:16 પી એમ(PM)
લોકોની રજૂઆતોના જિલ્લાસ્તરે ઝડપી નિવારણ માટેની વ્યવસ્થા વિકસાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તમામ જિલ્લાના કલેક્ટરને તાકીદ.