ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 12, 2024 7:49 પી એમ(PM)

printer

લોકસભા સ્પીકર ઓમ બિરલા, 13 થી 17 ઓક્ટોબર દરમિયાન જીનીવામાં આયોજિત 149મી ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન એસેમ્બલીમાં સંસદીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે

લોકસભા સ્પીકર ઓમ બિરલા, 13 થી 17 ઓક્ટોબર દરમિયાન જીનીવામાં આયોજિત 149મી ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન એસેમ્બલીમાં સંસદીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે.
શ્રી બિરલા, “શાંતિપૂર્ણ અને સુરક્ષિત ભવિષ્ય માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાનો ઉપયોગ” વિષય પર સભાને સંબોધશે. તેમજ ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયનની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકોમાં પણ ભાગ લેશે. કોન્ફરન્સ દરમિયાન ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળના સભ્યો આઈપીયુ ની કાર્યકારી સમિતિ, ચાર સ્થાયી સમિતિઓ તેમજ તેના કાર્યકારી સત્રો અને અન્ય વિવિધ બેઠકોમાં ભાગ લેશે. બેઠકમાં હાજરી આપવા ઉપરાંત શ્રી બિરલા, અન્ય સાંસદોના સમકક્ષ પ્રિસાઇડિંગ અધિકારીઓને પણ મળશે. આ સિવાય 14 ઓક્ટોબરે જીનીવામાં ભારતીય પ્રવાસી સમુદાયને સંબોધિત કરશે.