ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 4, 2024 11:44 એ એમ (AM)

printer

કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી, ભૂપેન્દ્ર યાદવે જમીનનું ધોવાણ અને બળજબરીથી થતાં સ્થળાંતર પર તેની અસરની સમસ્યા હલ કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો

કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી, ભૂપેન્દ્ર યાદવે જમીનનું ધોવાણ અને બળજબરીથી થતાં સ્થળાંતર પર તેની અસરની સમસ્યા હલ કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેઓ સાઉદીની રાજધાની રિયાધમાં યુએન કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન (UNCCD) CoP16 ખાતે સ્થળાંતર અંગે મંત્રી સ્તરીય સંવાદને સંબોધિત કરી રહ્યા હતા.
શ્રી યાદવે જણાવ્યું કે,ભારતે જમીન અને પાણી વ્યવસ્થાપન માટે સ્પેસ ટેકનોલોજી, જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતની આધુનિક ટેકનોલોજી અપનાવી છે.