લોકસભા અને વિધાનસભા મતવિસ્તારોના પ્રસ્તાવિત સીમાંકન મુદ્દે ડીએમકે સહિતના વિરોધ પક્ષોનાં સાંસદોના વિરોધને પગલે સંસદના બંને ગૃહોને દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યા હતા. લોકસભામાં, બીજી વાર ગૃહ મોકૂફી બાદ જ્યારે બપોરે 2 વાગ્યે ગૃહ પુનઃ મળ્યું ત્યારે ડીએમકેના સાંસદો ફરીથી ટી-શર્ટ પહેરીને આવતા પીઠાસીન અધિકારીએ વિરોધ કરી રહેલા સભ્યોના પોશાક પર વાંધો ઉઠાવ્યો હતો.
રાજ્યસભામાં પણ આ મુદ્દે ચાર વખત ગૃહ મોકૂફ રહ્યું હતું. બપોરે 2 વાગ્યે ત્રીજી વાર મુલતવી રહ્યા પછી ગૃહ ફરીથી એકત્ર થયું, ત્યારે ઉપ સભાપતિ હરિવંશે ઉપલા ગૃહમાં ડીએમકે સાંસદોએ સૂત્રો સાથે ટી-શર્ટ પહેરવાના મુદ્દે મડાગાંઠ વચ્ચે ગૃહને દિવસ માટે સ્થગિત કરી દીધું.
Site Admin | માર્ચ 20, 2025 8:18 પી એમ(PM)
લોકસભા અને વિધાનસભા મતવિસ્તારોના પ્રસ્તાવિત સીમાંકન મુદ્દે ડીએમકે સહિતના વિરોધ પક્ષોનાં સાંસદોના વિરોધને પગલે સંસદના બંને ગૃહોને દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યા હતા.
