લોકસભા અને રાજ્યસભા આજે દિવસભર માટે મોકૂફ રાખવામાં આવી હતી. એક વેપારી જૂથસામે કથિત લાંચના આક્ષેપો અને ઉત્તર પ્રદેશમાં સંભલ હિંસા સહિતના અનેક મુદ્દાઓ પરવિપક્ષના હોબાળાને પગલે આજે સતત પાંચમા દિવસેબંને ગૃહોમાં કોઈ ચર્ચા થઈ શકી નથી. બપોરે 12 વાગ્યે રાજ્યસભાની બેઠકશરૂ થયા બાદ વિપક્ષી સભ્યોએ પોતાનો વિરોધ ચાલુ રાખ્યો હતો. હોબાળા વચ્ચે અધ્યક્ષજગદીપ ધનખડે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો પરંતુસભ્યોએ હંગામો શરૂ કર્યો. જે બાદ અધ્યક્ષે ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરીદીધી હતી. સવારે લોકસભાની બેઠક શરૂ થયા પછી, શ્રીધનખડે વિપક્ષી સાંસદો દ્વારા આપવામાં આવેલી સ્થગિતનોટિસને ફગાવી દીધી હતી. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે ગૃહમાં વિક્ષેપ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
Site Admin | ડિસેમ્બર 2, 2024 7:47 પી એમ(PM)
લોકસભા અને રાજ્યસભા આજે દિવસભર માટે મોકૂફ રાખવામાં આવી હતી