લોકસભા અને રાજ્યસભાએ સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બનેલા ડી ગુકેશને તેની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. 18 વર્ષીય ગુકેશે ગઈકાલે ખૂબ જ સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ચીનના ડીંગ લિરેનને હરાવીને વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતી હતી.
રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું કે ગુકેશની આ સિધ્ધિ વિરલ છે અને દરેક ભારતીયને ગર્વ અપાવનારી છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ડી ગુકેશને સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બનવા બદલ શુભેચ્છા પાઠવી હતી. જણાવ્યું હતું કે તે દેશના યુવા ખેલાડીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે.
Site Admin | ડિસેમ્બર 13, 2024 7:59 પી એમ(PM)
લોકસભા અને રાજ્યસભાએ સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બનેલા ડી ગુકેશને તેની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા
