લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા આજથી સ્વિત્ઝર્લેન્ડના જીનીવામાં 149મી આંતર-સંસદીય સંઘની બેઠકમાં સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. 17મી તારીખ સુધી ચાલનારી આ બેઠકમાં શ્રી બિરલા વધુ શાંતિપૂર્ણ અને ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાનો ઉપયોગ વિષય પર સંબોધન કરશે.તેઓ આવતીકાલે જીનીવામાં ભારતીય સમુદાયને મળશે. શ્રી બિરલા અન્ય દેશોના અધ્યક્ષોને પણ મળશે. ઉલ્લેખનીય છે કે પ્રતિનિધિમંડળમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ સિંહ, બંને ગૃહોના મહાસચિવ અને અન્ય કેટલાક સંસદસભ્યોનો સમાવેશ થાય છે.આંતર-સંસદીય સંઘમાં 180 સાંસદો અને 15 સહ-સભ્યો છે. સાથે ચીન અને ઈન્ડોનેશિયા ઉપરાંત કાબો વર્ડે, સાન મેરિનો અને પલાઉ જેવા નાના દેશો પણ સામેલ છે.
Site Admin | ઓક્ટોબર 13, 2024 8:04 પી એમ(PM)
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા આજથી સ્વિત્ઝર્લેન્ડના જીનીવામાં 149મી આંતર-સંસદીય સંઘની બેઠકમાં સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે
