ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 18, 2025 2:00 પી એમ(PM)

printer

લોકસભામાં સરકારે કહ્યું કે શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી માટે શૂન્ય સહિષ્ણુતાની નીતિ

શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ કહ્યું છે કે, શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી અંગે સરકારની શૂન્ય સહિષ્ણુતાની નીતિ છે.
આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની સલામતી માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને શાળા બોર્ડને સમયાંતરે માર્ગદર્શિકા જારી કરવામાં આવે છે.
તેમણે કહ્યું કે, તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓની સલામતી અને તેમની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે.