ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 8, 2025 2:03 પી એમ(PM)

printer

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે. શ્રી ગાંધીએ આજે અમદાવાદમાં એસ. જી. હાઈ-વૅ પર આવેલા રાજપથ ક્લબ ખાતે કૉંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. દરમિયાન તેમણે તાલુકાથી લઈ જિલ્લા અને શહેર-નગરપાલિકા, પ્રદેશ હોદ્દેદારો સહિતના કાર્યકર્તાઓ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.
શ્રી ગાંધીએ કહ્યું, તેઓ માત્ર કોંગ્રેસ માટે નહી, પણ યુવાનો, ખેડૂતો, મહિલાઓ અને નાના વેપારીઓ માટે ગુજરાત આવ્યા છે. ગુજરાતે દેશને રસ્તો બતાવ્યો છે, કોંગ્રેસના સૌથી મોટા બે નેતા ગુજરાતમાંથી મળ્યા હોવાનું શ્રી ગાંધીએ ઉમેર્યું હતું. તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓને લોકો વચ્ચે જઈ તેમનો અવાજ સાંભળવા અનુરોધ કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.