લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘સંવિધાન માત્ર એકપુસ્તક નહીં, પરંતુ જીવન જીવવાની રીત અને દર્શન છે.’ નાગપુરમાં આજે સંવિધાન સન્માન સંમેલનને સંબોધતા શ્રી ગાંધીએ સંવિધાનના મુખ્યનિર્માતા ડૉ. બાબાસાહેબ આંબેડકરના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે,શ્રી આંબેડકરે વંચિતો સહિત સમાજના દરેક વર્ગની અપેક્ષાઓને ધ્યાનમાં રાખી સંવિધાનનોમુસદ્દો તૈયાર કર્યો હતો.’
આ પહેલા શ્રી ગાંધીએ નાગપુરમાં દીક્ષાભૂમિનીમુલાકાત લીધી અને સ્તૂપની અંદર બાબાસાહેબ આંબેડકરના કેન્દ્રીય સ્મારક પરશ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Site Admin | નવેમ્બર 6, 2024 7:47 પી એમ(PM)
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘સંવિધાન માત્ર એકપુસ્તક નહીં, પરંતુ જીવન જીવવાની રીત અને દર્શન છે.’