લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સપ્ટેમ્બરમહિનાની બીજા સપ્તાહમાં અમેરિકાના ટૂંકાપ્રવાસે જશે. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસેના ચેરમેન સેમ પિત્રોડાએ જણાવ્યું કે, રાહુલ ગાંધી તેમની અમેરિકામુલાકાત દરમિયાન ભારતીય પ્રવાસીઓ, શિક્ષાવિદો, ઉદ્યોગપતિઓ, નેતાઓ, માધ્યમો અને ટેકનોક્રેટ્સ સાથેવાતચીત કરશે.વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલની આ પ્રથમ વિદેશમુલાકાત છે. એક વિડિયો સંદેશામાં પિત્રોડાએજણાવ્યું કે, શ્રી ગાંધી 8 સપ્ટેમ્બરે ડલાસ અને 9 તથા 10 સપ્ટેમ્બરનાં રોજ વોશિંગ્ટનડીસીમાં હશે. તેઓ ડલાસમાં ટેક્સાસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, શિક્ષણવિદોને મળશે. તેઓવોશિંગ્ટન ડીસીમાં થિન્ક ટેન્ક, નેશનલ પ્રેસ ક્લબ સહિતનાં લોકો સાથે મુલાકાતકરશે.ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી જૂન 2023માં અમેરિકા અને માર્ચ 2023માં બ્રિટનનાં પ્રવાસે ગયા હતા.
Site Admin | ઓગસ્ટ 31, 2024 8:06 પી એમ(PM)
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સપ્ટેમ્બર મહિનાની બીજા સપ્તાહમાં અમેરિકાના ટૂંકાપ્રવાસે જશે
